પ્રોજેક્ટ માહિતી ડાઉનલોડ કરો અંગ્રેજી અનુવાદ
મૂખ પૃષ્ઠ અમારા વિશે પ્રોજેક્ટ્સ અમારા પોર્ટલ વિશે અમારા કાર્યક્ર્મો સમ્પર્ક

શિક્ષકો માટે લેખ
 
શ્રેષ્ઠ શિક્ષક બનવા માટેનાં 6 અદભૂત સૂચનો

કોઈ પણ વ્યવસાય પછી તે રસપ્રદ હોય કે પડકારરૂપ, એક વખત રોજિંદો ક્રમ થઈ જાય પછી કંટાળાની લાગણી પકડે છે. શિક્ષણનો વ્યવસાય પણ આમાં અપવાદરૂપ નથી. કેળણીકારોએ પોતાના માટે અને તેમના વિદ્યાર્થીઓ માટે સતત જાગૃત અને સક્રીય રહેવાનો રસ્તો શોધવો જરૂરી છે. અહિં આપેલા 6 સૂચનો તેમને શ્રેષ્ઠ શિક્ષક બનવામાં મદદરૂપ થશે.

 
પ્રાણપૂરક વાતાવરણ

વર્ડઝવર્થે કહ્યું છે કે "બાળક એ મનુષ્યનો પિતા છે" તેનું તાત્પર્ય એ છે કે બાળકો તેઓની આસપાસની દરેક વસ્તુને તેઓ બાળસહજ કુતૂહલતા નિરખે છે કરણ કે તેઓ મોટાઓ વડે તે પ્રભાવિત થયા નથી. આ વાતને મનમાં રાખીને વિદ્યાર્થીઓને એવું વાતાવરણ પૂરું પાડો કે જ્યાં તેઓ વિચારોથી અને મહિતીથી સમૃદ્ધ બને અને તેમના મુદ્દાઓને અવરોધ વગર ચુકાદા કે ટીકાના ભય વગર વહેંચી શકે.કોને ખબર છે કે આમાં નવી કલ્પનાનું રહસ્ય તમારી સામે ખુલ્લુ થાય?

 
ચીલાચાલુથી અલગ વિચાર

પ્રશ્નો પૂછવા માટે બાળકોને પ્રોત્સાહિત કરો. વિદ્યાર્થીઓ માટે, તેઓના શિક્ષક હંમેશા સાચા જ હોય છે અને તેમાં તેઓ અડગ વિશ્વાસ મૂકે છે. આ અકળ વિશ્વાસને કારણે તેઓ તમે કહેશો તેમ હકીકતનો સ્વીકાર કરશે. વિદ્યાર્થીઓને શોધવા દો અને તરાહથી અલગ જઈને જવાબો શોધવા દો. ફરીથી, તેઓના જવાબો તમારા માટે આર્શ્ચયકારક હોઈ શકે.

 
પ્રોત્સાહક માર્ગદર્શક

નૈતિકતા વધારનાર બનો! વિદ્યાર્થીઓ પોતાનામાં વિશ્વાસ રાખતા કરો અને તેનાં પ્રયત્નોને વખાણો ભલે તે ગમે તેટલો નાનો કે ક્ષુલ્લક હોય. શિક્ષકની હકારાત્મક કે નકારાત્મક માન્યતાઓ, તેમના મન પર ગજબની અસર કરે છે. તેઓના અવાજને વાચા આપો. તેઓના પ્રયત્નોને નિરખો, ભાગલો અને તેમના કાર્યમાં ફાળો આપો.

 
પ્રયોગાત્મક શિક્ષણ

એરિસ્ટોટલના શબ્દોમાં કહીએ તો ,'વસ્તુ આપણે કાર્ય કરતા પહેલા શીખવી જ પડે છે. તે કરવાથી આપણે શીખી જઈએ છીએ.' પ્રયોગાત્મક શિક્ષણ જેવું બીજુ કોઈ સારુ કામ નથી. તેથી વિદ્યાર્થીઓને ક્વીઝ, રમતો, સિધ્ધાંત ચકાસનારા પ્રયોગો અને નાટક જેવી ક્રિયા-પ્રતિક્રિયા કરનાર પ્રવૃતિમાં જોડો. તમને અને વિદ્યાર્થીઓ બંને માટે ભાગ લેવાનો પ્રયાસ આનંદદાયક બનશે. વધારામાં, ગોખણિયા ભણતર કરતા, કે જે તેઓના પાઠ્યપુસ્તકના જ્ઞાનને જ દોહરાવે છે આમાં વિદ્યાર્થીઓ જે ક્ષમતા બતાવે છે તે સ્પષ્ટ થશે.

 
ટૂંકા વિરામો

વિદ્યાર્થીઓની એકાગ્રતાનો ગાળો ઓછો હોય છે. તાત્કાલિક પ્રશ્નોત્તરી અથવા હળવી વાતો જેવી પ્રવૃતિઓના રૂપમાં તેમને નિયમિત વિરામ આપો. તે તમે જેવી એકાગ્રતા માગો છે તે મેળવવાનો આ સચોટ માર્ગ છે.

 
હકારાત્મક વિચાર

છેલ્લે એમના શિક્ષણ તરીકે તમારા મૂડને સંભાળવો એ તમારા પર છે. જો તમે ઉદાસીનતા અથવા ચિડચિડાપણું અનુભવતા હો તેને તેઓ તરત જ સમજી જાય છે. તમે જે કરો છો તેમાં હકારાત્મક વર્તન અને શક્તિ બહાર કાઢશે. તમારા વિદ્યાર્થીઓનો દૃષ્ટિકોણ તમારા શીખવવા પ્રત્યેના અભિગમને પ્રતિબિંબિત કરશે. તમારા વર્ગમાં તેઓના પ્રતિભાવ એ તમારું રીર્પોટ કાર્ડ છે.