પ્રોજેક્ટ માહિતી ડાઉનલોડ કરો અંગ્રેજી અનુવાદ
મૂખ પૃષ્ઠ અમારા વિશે પ્રોજેક્ટ્સ અમારા પોર્ટલ વિશે અમારા કાર્યક્ર્મો સમ્પર્ક

દિશા
 

પ્રોજેકટ દિશા એ સાયકોમેટ્રિક ટેસ્ટની મદદથી વિદ્યાર્થીઓમાં રહેલ શક્તિ, આવડત અને રસને ઓળખી, તેના પરિણામ ઉપરથી તેમને ઉચિત કારકિર્દી સૂચવે છે. તે વિદ્યાર્થીઓને શિક્ષણના દરેક પ્રવાહમાં આવતા જુદા-જુદા કારકિર્દીના વિકલ્પો તથા દરેક કારકિર્દીના ભવિષ્યમાં વિકાસ વિશેની અમૂલ્ય માહિતી આપે છે.

આ પ્રોજેકટ લેવાનો હેતુ:

ભારતના ગ્રામ્ય વિસ્તારમાં, વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના શૈક્ષણિક અને વ્યવસાયિક કોર્સ વિશે ખૂબ જ ઓછી માહિતી હોય છે. તેમને શૈક્ષણિકક્ષેત્રે વિવિધ પ્રવાહમાં આવતા જુદા-જુદા કારકિર્દીના વિકલ્પો તથા દરેક કારકિર્દીના ભવિષ્યમાં થનાર વિકાસ વિશેની માહિતી હોતી નથી. શહેરી વિસ્તારના બાળકો પણ કારકિર્દી પસંદ કરવાની પ્રક્રિયામાં મૂંઝવણ અનુભવે છે.

વધારામાં વિદ્યાર્થીઓ પોતાનામાં રહેલ વિવિધ ક્ષમતાઓ વિશે તટસ્થ રીતે જાણતા હોતા નથી. તેથી તેઓ સાચી કારકિર્દી પસંદ કરી શકતા નથી. આ કારણે તેઓ લોકપ્રચલિત કારકિર્દી પસંદ કરે છે. અથવા તેમના માતપિતા, મિત્રો તથા અન્ય સંબંધએ સૂચિત કરેલ કારકિર્દી પસંદ કરી લેવું હિતાવહ માને છે.

આપણે બધા સહમત છીએ કે કાર્યક્ષેત્રેમાં સફળતા મેળવવા માટે માત્ર જ્ઞાન જ નહિ પણ કૌશલ્ય અને જુસ્સો પણ ખૂબ જ જરૂરી છે. કારકિર્દી માર્ગદર્શનના અભાવથી વિદ્યાર્થીઓ પોતાની રુચિ અને કૌશલ્યને લગતી કારકિર્દી પસંદ કરી શકતા નથી. પરિણામે મોટી સંખ્યામાં શિક્ષિત યુવાનોને તેમના કાર્યમાં રસ હોતો નથી અને તેને લગતી આવડત પણ હોતી નથી. તેથી તેઓ પોતાના કાર્યક્ષેત્રમાં સફળતા મેળવી શકતા નથી.

આ કારણે, માં ફાઉન્ડેશનએ વિદ્યાર્થીઓને ઉપયોગી કારકિર્દી માર્ગદર્શન અને માહિતી આપવાનો નિર્ણય લીધો. તે વિદ્યાર્થીઓને પોતાની ક્ષમતા અને રુચિ ઓળખવામાં મદદ કરે છે અને તેમને સાચી કારકિર્દી પસંદ કરવામાં સહાય કરે છે.

 
પ્રોજેકટ માહિતી:

દિશા કાર્યક્રમ એ ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને કરિયર ટોક અને ક્ષમતા કસોટી દ્વારા કારકિર્દી માર્ગદર્શન આપે છે. સાયકોમેટ્રિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ પોતાની અભિયોગ્યતાઓ, જુદા – જુદા ક્ષેત્રોમાં પોતાની ક્ષમતાઓ, વ્યક્તિત્વનો પ્રકાર તેમજ રુચિ વિસ્તારથી માહિતગાર બને છે. આ પરીક્ષણના સંચાલન માટે સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગી કરવામાં આવે છે જેનાથી મોટા સમુદાયનું એકસાથે પરીક્ષણ શક્ય બને છે. આ પરીક્ષણ તેમને સાચી કારકિર્દી પસંદ કરવામાં મદદ કરે છે.

સાયકોમેટ્રિક ટેસ્ટ વિદ્યાર્થીઓની અભિયોગ્યતાઓ કે ક્ષમતાઓનું નીચે આપેલ ક્ષેત્રોમાં પરીક્ષણ કરે છે:

  • કારકુનને લગતી ક્ષમતા
  • યાંત્રિક ક્ષમતા
  • આંકડાકીય ક્ષમતા
  • તાર્કિક ક્ષમતા
  • જગ્યાને લગતી ક્ષમતા
  • શાબ્દિક ક્ષમતા

રુચિ અને વ્યક્તિત્વ પરીક્ષણ દ્વારા વિદ્યાર્થીઓનો વ્યક્તિત્વ પ્રકાર. દા.ત. તેઓ અંતરમુખી છે કે બહિર્મુખી છે એ જાણી શકાય છે અને તેમનો રુચિ વિસ્તાર પણ શોધવામાં આવે છે.

ઉપરના ૩ પરિક્ષણના પરિણામના આધારે દરેક વિદ્યાર્થીઓને ઓછામાં ઓછી ૩ યોગ્ય કારકિર્દી સૂચિત કરવામાં આવે છે. કરિયર ટોકનું પણ સંચાલન કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ શિક્ષણનું મહત્વ અને સાચી કારકિર્દી પસંદ કરવાનું મહત્વ સમજે.

કરિયર ટોકનું સંચાલન કારકિર્દી ચાર્ટ અને પ્રેઝેન્ટેશન દ્વારા કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં દરેક પ્રવાહમાં ઉપલબ્ધ વિવિધ કારકિર્દી વિકલ્પો જણાવવામાં આવે છે અને તેમને દરેક કારકિર્દી માટે જરૂરી વિષયોની માહિતી આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને ઔદ્યોગિક અને શૈક્ષણિક પ્રવાસ માટે લઈ જઈ પ્રત્યક્ષ કાર્યક્ષેત્રની ઝાંખી કરવવામાં આવે છે જેથી તેમનું જ્ઞાન ચોપડીના જ્ઞાન સુધી જ સિમિત નથી રહી જતું.

 
પ્રોજેકટની ઉપજ :

દિશા ખાતરી આપે છે કે:
વિદ્યાર્થીઓ કારકિર્દી માર્ગદર્શન દ્વારા તેમની પોતાની ક્ષમતા, આવડત અને રુચિથી માહિતગાર બનશે જેથી તેઓ તેમના માટે યોગ્ય કારકિર્દી પસંદ કરી શકશે.

તેઓને આજે ઉપલબ્ધ જુદા – જુદા કારકિર્દી વિકલ્પોની માહિતી આપવામાં આવશે અને પસંદગીની કારકિર્દી માટે જરૂરી વિષયોની માહિતી આપવામાં આવશે.

વાલીઓ તેમના બાળકોમાં રહેલ શક્તિ, ક્ષમતા, આવડત અને રુચિથી માહિતગાર થશે જેથી તેઓ તેમના બાળકોને કારકિર્દી પસંદ કરવાની પ્રક્રિયામાં માર્ગદર્શન અને સહાય આપશે.

 
મે ૨૦૧૨ની સ્થિતિ :

૮૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ આ પ્રોજેકટ હેઠળ કારકિર્દી માર્ગદર્શન મેળવ્યું છે.